Friday, October 30, 2009

વરસાદ

૧.
મેં
એક દિવસ
અષાઢ મહિનાના
ધોધમાર વરસતા
વરસાદને પુછયું અલ્યા વરસાદ !
તું આ
મન મુકીને વરસવાનું
કોની પાસેથી શીખ્યો ?!
તો વરસાદ
વરસતો જ રહ્યો
વરસતો જ રહ્યો
રાતભર...

૨.

હે, વરસાદ !
તારે જેટલો
ધોધમાર
વરસવુ હોય
તેટલુ વરસી લે.
પરંતુ
આ કેડી તો
માણસે બનાવેલી છે
ત્યાં કદી પણ
ઘાસ નહીં ઊગી શકે !

૩.
હું બારીમાંથી
ધોધમાર વરસતા
વરસાદને જોઈ રહ્યો છું
'ને, 'મધુકાન્ત'ને બરબાદ !

૪.
માણસમાં
ને
વરસાદમાં
આટલો જ ફરક છે
વરસાદ
મન મૂકીને વરસે તો છે.....!